Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

દિકરી વ્હાલ નો દરિયો

દિકરી વ્હાલ નો દરિયો

1 min
6.9K


પિતા દરેક પિતા જેવા જ હતા
જમાય ના બેઉ હાથ પકડી
ભીના સ્વરમાં અનુરોધ કરે છે
અકલ્પિત વ્હાલમાં ઉછરેલી છે મારી દિકરી,
સદાયે ખુશ રાખજો..
 
અે એક પળ જાણે કયાં વિતી
અશ્રુથી ભીંજાયેલ આંખોઅે પિતાને જોયા
પિતાના ધ્રુજતા હાથોને પોતાના હાથમાં લઈ બોલી
મારી ખુશી અેટલી અસહાય નથી કે
તમારે અેના માટે યાચના કરવી પડે
 
હું ખુશ રહીશ પાપા
ને મારી ખુશીની જવાબદારી મારી છે
કોઈની અનુકંપા પર આશ્રિત નથી તે
મારી ખિલખિલાટ પર મારૂં પોતીકું સ્વામિત્વ છે,
 
પ્રતિક્ષારત નથી મારી ખુશીઆે
કે કોઈ આવે ને ઝોળીમાં નાખી જાય
સક્ષમ છું હું
સ્વયં સમેટી લઈશ,
 
ને હા અભિનય નહીં કરૂં ખુશ રહેવાનો
સમજોતા વગરની પસંદ કરીશ ખુશીઆે
આ વચન છે એક દિકરીનું,
 
ગદગદ થઈ ગયા પિતા
અભિમાનથી આંખો ઝળહળવા માંડી
બસ અેટલું જ કહી શક્યા કે
અનંત સુખને ખુશી સમેટજે
ને હા 'દિકરી'
અેટલી જ વહેંચજે..


Rate this content
Log in