Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

અશ્રુસ્થાન

અશ્રુસ્થાન

1 min
172


ના પાડ હે મન અરે ! કદિ પ્રેમબિંદુ:

ના ઢોળ હે મન! અરે ! કદિ પ્રેમસિન્ધુ:

ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:

નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ !

નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:

ના રોળ ક્ષારભૂમિમાં ફુલડાં સુપ્રેમી:

હૈયે દબાય કદિ જો કુમળું સુહૈયું,

રો રો ભલે ટપકતે નયને પછી તું !

રોવા ભલે વિજન, કહિં સ્થાન શોધી:

આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:

જા જંગલે નિડર તું પડ વૃક્ષખોળે,

આંસુઝરો જલઝરે જ વરાળ બોળે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics