Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

મારાથી

મારાથી

1 min
7.2K


કવિતા ક્યાંક શરમાઈ છે મારાથી,
વેલી પ્રેમની કરમાઈ છે મારાથી.

જોર ક્યાં ચાલે છે ત્યાં કોઈનું,
લાગણીઓ થોડી નરમાઈ છે મારાથી.

ઘાવ ઝીલ્યાં જીંદગી આખી છતાંય,
વેદનાઓ ક્યાં ધરબાઈ છે મારાથી?

હતું તે બધુંય તો દીધું છે આપી,
માગણીઓ કેમ ફરમાઈ છે મારાથી?

કરવાને ખુશ તને કેટલું વેઠ્યું છતાંય,
તું ક્યાં કદી હરખાઈ છે મારાથી.

લાગે છે કે ભૂલથી પણ ક્યારેક,
યાદો તારી તરછોડાઈ છે મારાથી.

કરવી પડે છે આજીજી હવે તો રોજ,
કલ્પના 'જશ' રિસાઈ છે મારાથી. 


Rate this content
Log in