Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ગુલાબ ખિલાવો છો

ગુલાબ ખિલાવો છો

1 min
1.4K


દર્દને પાંપણમાં છૂપાવીને, નજર મિલાવો છો
ચહેરા પર તો ખુશીના ગુલાબ ખિલાવો છો
 
કરો છો રોજ તમે ઘાયલ, કરીને આમ પાગલ
રહો છો ખુદ પાછળ, કરો છો અમોને આગળ
હસીને તિરછી નજરના, બાણ જે ચલાવો છો
ચહેરા પર તો, ખુશીના ગુલાબ ખિલાવો છો
 
કોઈક વાર હોય મૂડ તોફાની, ને હો ખુશ તમે
કરો કદીક ખૂબ હેરાન પરેશાન પણ તમે
ભર ઊનાળે પ્રેમનો, ધોધમાર વરસાદ વરસાવો છો
ચહેરા પર તો ખુશીનાં ગુલાબ ખિલાવો છો
 
કહો તો રાહમાં, દઈએ કરી ઢગલા ચાહતોના
દઈએ આપી પુરાવાઓ અમારી મહોબતોનાં
એક બુંદ માટે પ્રેમની, નાચીઝને કેમ તરસાવો છો
ચહેરા પર તો, ખુશીનાં ગુલાબ ખિલાવો છો
 
ગયા છીએ ભૂલી અમે પણ પ્રેમ કર્યો હતો
કદીક તમારી આગળ તેનો એકરાર કર્યો હતો
છતાં રોજ સ્વપ્નમાં આવીને આમ કેમ સતાવો છો
ચહેરા પર તો ખુશીનાં ગુલાબ ખિલાવો છો
 
કહ્યું હતું એકવાર તમે વાત કરવી નથી અમારે
કરી લેજો તમે જે કરવું હોય તે તમારે
પછી વારંવાર આવીને 'જશ' કેમ મનાવો છો
ચહેરા પર તો ખુશીના ગુલાબ ખિલાવો છો
 
દર્દને પાંપણમાં છૂપાવીને નજર મિલાવો છો
ને ચહેરા પર તો ખુશીનાં ગુલાબ ખિલાવો છો


Rate this content
Log in