Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ninad Adhyaru

Others

1.0  

Ninad Adhyaru

Others

થઇ ગયો છે,

થઇ ગયો છે,

1 min
13.6K


ગુલાબ પાછું લેવાનો વક્ત થઇ ગયો છે,
નક્કર જવાબ દેવાનો વક્ત થઇ ગયો છે.

છપ્પનની છાતી છે તો દેખાડી દો જગતને,
દુશ્મનની માથે રહેવાનો વક્ત થઇ ગયો છે.

વિચાર શું કરો છો? વિચારથી શું થાશે?
આવે ને એવી દેવાનો વક્ત થઇ ગયો છે.

ના ભાજપા-ના કોંગ્રેસ-ના આમ આદમી અહીં,
સહિયારી એક સેવાનો વક્ત થઇ ગયો છે.

એળે જવા ન દઈએ જવાનોની શહીદી,
જેવાની સાથે તેવાનો વક્ત થઇ ગયો છે.

ઘડિયાળ બ્હાર આવી સમય રડી રહ્યો છે,
'નિનાદ', સમયને કહેવાનો વક્ત થઇ ગયો છે.


Rate this content
Log in