Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational

2  

Harshida Dipak

Inspirational

અર્પણ

અર્પણ

1 min
7.0K


તું આવ... 

તારી આશ જગાવી આંખો વહેતી,

મોજા જેમ ઉછળતી,

ઉંચા - નીચા, નાના - મોટા ખાડાઓ ઓળંગી,

પંખ  ફેલાવી વાટ નીરખતી --

તું  આવ્યો...

ડાળી થઈ ગઈ ઘેલીઘેલી,

સાત સુરોનું ગીત મધુરું ગાતી,

હાલક - ડોલક થાતી ઈચ્છા કરતી,

ધરતી  ઉપર  જાણે  લીલી  દોડા દોડી,

મોરલીયાનો  ટહુકારો  લઈ  ભીતરમાં પ્રગટેલી –

તને  વધાવું  મોતીડે ...

મીઠો  શેયડો પડ્યો હૈયાની ધારે,

ભીનો પગરવ નદી કિનારે,

પોપચાંને ઢાળી - નેણને નમાવી 

શીશને  ઝુકાવી 

સઘળું મારું --

અર્પણ --- 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational