Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemangi Bhogayata

Classics

4.1  

Hemangi Bhogayata

Classics

પપ્પા તમારા હાથ

પપ્પા તમારા હાથ

1 min
543


ભલે સૌ માટે સુંદર કન્યાનાં રૂપાળાં હાથ,

મને તો લાગે વ્હાલા પપ્પાનાં કાળા હાથ.


અમારાં તો સુખનું સરનામું ને સઘળું જ,

બીજું કંઈ નહિ પણ એ જ કસાયેલા હાથ.


દિન-રાતની મહેનતને પરસેવાનો સંગાથ,

મારે મન અત્તરથીયે સુગંધી એ ઘસાયેલા હાથ.


અમ ભાંડેરાઓનાં સ્વપ્નનું સરનામું ને ખાતું,

અમારી બેન્ક ડીપોઝીટ એ થાકેલા હાથ.


ન કદી ફરિયાદ માટે ઉઠતા, ન દુઆ માટે,

સદાય અમારે કાજ એ મહેનત કરતાં હાથ.


ન ગંગાજળ ધોઈ શકે, ન ગુલાબજળ મહેકાવી,

બસ અમારાં આંસુઓથી એ મહેકતાં હાથ.


બાળ ચાહે પકડવા પરીઓનાં સુંવાળા હાથ,

હું તો સદાય ચાહું પકડવા પપ્પા તમારાં હાથ.


Rate this content
Log in