ભક્તોની આ ભીડ મહીં
ભક્તોની આ ભીડ મહીં
ભક્તોની આ ભીડ મહીં હવે એકલવાયું લાગે
પથ્થર મટી પ્રાણવાન થઉં ઓરતા એવા જાગે...
છપ્પનભોગ ધર્યા, પણ કોળિયો કેમ કરી ઉતારું ગળે?
ઓટલે મારે બેઠા કંઈક બાળ ભૂખથી છે ટળવળે
મારૂં જ મૌન હવે મુજને એવું તો છે વાગે
ભક્તોની આ ભીડ મહીં...
નિત નવા વાઘા-શણગારે મન મારું મુંઝાતું
ચીર ખેંચાતાં નારીઓના હૈયું છે દુભાતું
ધાવા મદદે મન મારૂં મંદિરેથી જામીન માગે.
ભક્તોની આ ભીડ મહીં...
પ્રેમ-કરુણા નફરતના ઓળા પાછળ સંતાયા
રમખાણોમાં અહીં તો ભાઈ-ભાઈ કપાયા
પથ્થર છું... મૂંગા મોઢે શી રીતે પાડુ રાગે.
ભક્તોની આ ભીડ મહીં...