Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ફરક્યા કરું હું

ફરક્યા કરું હું

1 min
7.0K


સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરુંં હું,
દિલમાં કોઈનાં ધબક્યા કરું હું.

રિસાયું છે કોઈ મુજથી,
ખિજાયું છે આજ મુજથી,
થઈને માધવ મનાવ્યા કરું હું, 
સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરું હું.

આવવાનું નથી હવે કોઈ,
ગયો છું થાકી રાહ જોઈ,
થઈને મોરલો ટહુક્યા કરું હું,
સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરુંં હું.

મધુવન આખુંય શાંત છે,
મારી રાધા પણ ઉદાસ છે,
લઇને વાંસળી વગાડાયા કરું હું,
સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરું હું.

મથુરાની સાવ સુની વાટે,
જમુનાનાં ભીનાં 'જશ' ઘાટે,
રોજ રોજ આંટા માર્યા કરું હું,
સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરું હું.

સ્વપ્નમાં કોઈનાં ફરક્યા કરું હું,
દિલમાં કોઈનાં ધબક્યા કરું હું.


Rate this content
Log in