Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Drama Thriller

3  

Arjun Gadhiya

Drama Thriller

સૈનિકનાં મનની વાત

સૈનિકનાં મનની વાત

1 min
387


(છંદ : વંશસ્થ)


ન પર્વતોનાં શિખરો નડે મને,

ન ગર્મ રેતી રણની નડે મને,

ન બર્ફનાં મેહ કદી નડે મને,

સતા તણાં ખેલ જ રે નડે મને…


ન શત્રુની ફોજ કદી નડે મને,

ન શત્રુનાં શસ્ત્ર કદી નડે મને,

મુસીબતોએ પણ ના નડે મને,

સતા તણાં ખેલ જ રે નડે મને…


સીમા ન રેખા ન કદી નડે મને,

ન તોપ ગોળાય કદી નડે મને,

મને ન મારી ફિકરે નડે મને,

સતા તણાં ખેલ જ રે નડે મને…


સતા શરાબી જ ઇ વચ્ચમાં મને,

નડે સદા 'અર્જુન' એક એ મને,

કરારથી બંધ ઇ રાખતાં મને,

સતા તણાં ખેલ જ રે નડે મને…


Rate this content
Log in

Similar gujarati poem from Drama