Harshida Dipak

Abstract Others


3  

Harshida Dipak

Abstract Others


મેહુલિયા

મેહુલિયા

1 min 13.7K 1 min 13.7K

હેય...

આવરે એલા મેહુલિયા...

અડાબીડ કે ઊંધીમુંધ વરસી જાને

સોળ વરસના વા'ણાં વાયા તો યે ધરતી તરસી શાને...?

હેય... આવ રે એલા મેહુલિયા..


નદી કિનારા સૂક્કા - સૂક્કા

ખેતર, પાદર સૂક્કા - સૂક્કા

ભીંતો ને મોભારાં સૂક્કા

લીલોતરીનાં ભારા સૂક્કા

વગડાંઓ અણધારા સૂક્કા

આંબલિયા નોંધારા સૂક્કા

મન માનેલા મોરાલિયા તું સ્પર્શી જાને...

હેય... આવ રે એલા મેહુલિયા...


વાયરે વાતુ વહેતી ભીની

પાંદડિયુંની લીલપ ભીની

છમછમતી થઈ ધરતી ભીની

લથબથતી કાંઈ ક્યારી ભીની

રાધા સંગે રાતો ભીની

મીરાંની થઈ મસ્તી ભીની

ધમધમતો ને મનગમતો થઈ વરસી જાને...

હેય... આવ રે એલા મેહુલિયા...


Rate this content
Originality
Flow
Language
Cover Design