Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

ઘમ્મર ધુઘરડી

ઘમ્મર ધુઘરડી

1 min
13.5K


હે ........
લીલા વનની ઢેલડી કંઈ સોળે ન્હાતી જાય
                       કે  ઘમ્મર ધુઘરડી .......

હે ........
વગડે  ફરતો મોરલીયો કંઈ  લટકાં  કરતો જાય
                    કે  ઘમ્મર ધુઘરડી .......

દૂહો ----

રાતા રાતા કેસરિયાને, કલગી લાગી ચાર
સાંજ   પડે   ત્યાં સૂરજને ,  લાગે  પતંગિયાનો ભાર

હે ......

ઘેલુડિ કંઈ ગોવાલણને મહીડા મથતી જાય
                   કે ઘમ્મર ધુઘરડી .......

હે ......

મહિડે મહિડે ગીત ગુલાબી મોહન ગાતો જાય
                    કે ઘમ્મર ધુઘરડી .......

 

દૂહો ----

મટુકિ  ખોલી  જોઈ  લે , મોહન મુકુટ સોહાય
વા ' વાયા ત્યાં વાદળી , ગીત મધુરા  ગાય

હે .......

પચરંગી  પાઘડિયે છોગું  ,  હળવે ઝોલા  ખાય
                   કે ઘમ્મર ધુઘરડી .......

હે .......

ઘુઘરીના ઘમકારે  ઓલી ,  રાધા  ડોલી જાય
                   કે ઘમ્મર ધુઘરડી .......


Rate this content
Log in