Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

મીરાં માંહી શ્યામ ઓગળે..

મીરાં માંહી શ્યામ ઓગળે..

1 min
6.7K


ક્યારેક તો એ રીતે મને તું મળે.
જેમ મીરાં માંહી શ્યામ ઓગળે.

વીણાના સુર બની વિખેરાય જા,
સ્વર બની એ હવામાં જેમ ભળે.

ને તલ્લીનતા છે આ કેવી જુવો,
ઠંડક મળે છે હૈયું જેમ જેમ બળે.

દોડીને આજ આવું તારા આંગણે,
સુદામાની જેમ જો લાગે તું ગળે.

ચાંદ પણ લાગતો હતો ઝાંખો,
જ્યાં દિપ અર્ચનાનો ઝળહળે.

રાધાને જોવ કે મીરાં ને સાંભળું,
સંવેદનાઓ તો બધી ખળભળે.

કહો આ"પરમ" રુહ નો વાંક શુ?
"પાગલ"બની દેવ વિના ટળવળે.


Rate this content
Log in