Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

स ह ज Sahaj

Romance

2  

स ह ज Sahaj

Romance

એક સ્ત્રી ઉર્ફે તાઝગી..!

એક સ્ત્રી ઉર્ફે તાઝગી..!

1 min
6.9K


હા.. તોફાનોના દરિયાને,
છાતીમાં છુપાવીને રેશમી ગાંઠે સાચવતી,
ખુલ્લા કેશુઓના વાવાઝોડાને,
ઓઢણીમાં એ સંઘરતી..
લટોના કાફીલાને રેઢા મુકીને,
હવાઓને એ પજવતી..
ભિના હોંઠોમાં ગુલાબી ચોમાસુ,
ને હળવા સ્મિતે વરસતી..
આંખોમા એની વિજળી ચમકે,
ને નજરુથી એ દઝાડતી,
વાતોમાં એની વસંત હોય,
ને અદાઓ એની દબંગ હતી..
રોમ-રોમમાં રમખાણ..
કામણનો કોલાહલ ને સાદગીનો બારુદ ભરેલો,
નાજુક નમણો વિસ્ફોટ..
એક સ્ત્રી છે ઉર્ફે "તાઝગી",
મારા હૃદયમાં એકધારી,
ધબકે છે એ "ખાનગી"!


Rate this content
Log in

Similar gujarati poem from Romance