Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

અગણિત છે સંભારણા

અગણિત છે સંભારણા

1 min
7.1K


અગણિત છે સંભારણા, હું કયાં છુપાવીશ,
હૈયાની મારી આ વેદના, હું ક્યાં સંતાડીશ.

હતો જે સાથ તારો તે રહ્યો નથી હવે,
આંસુ સારતા પડછાયાને, હું ક્યાં ફેલાવીશ.

સૂરો બન્યા બધા બેસુરા તારા ગયા પછી,
રંગોની રસઝરતી મહેફીલ, હું ક્યાં જમાવીશ.

આભ તો બન્યું છે અદ્રશ્ય અચાનક આ,
કપાયેલી મારી પાંખોને, હું ક્યાં ઉડાવીશ.

સામે દેખાતું નથી કોઈ ઝીલનાર અભિવાદન,
ધ્રુજતા હાથોને 'જશ', હું ક્યાં હલાવીશ.


Rate this content
Log in