Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

સપનું આવ્યું !

સપનું આવ્યું !

1 min
6.8K


મીઠી નીંદરમાં સપનું એવું આવ્યું,
જે સપનું થઇ ગયું એ પાછુ આવ્યું.
આવેલાં જોઈને દોટ મૂકી 'ખુશે',
બા...આયા બા...આયા... શું લાયા... શું લાયા...? 

અવાજ સાંભળતા જ હું દોડ્યો,
એજ હસતો ચેહરો... એજ માનાં હાથ થામ્યા,
હાથ પકડીને ઝાંપો ખોલી,
આખા ફળિયામાં લઈ ગયો,
થાક્યો બોલી બોલી...

મેં કીધુતું ને મારી મા આવશે પાછી.
બોલતો રહ્યો આંખો લુછી લુછી,
જુઓ બા જુઓ મારી મા આવી,
લોકો જોતા રહ્યાં શીશ નમાવી.

લોકો એ મારા ખભે હાથ મૂક્યો,
એક જ ક્ષણમાં હું ચમક્યો,
મારી મા ફરી ચાલી ગઈ હતી,
સ્તબ્ધ થયો હું આંખો રોતી હતી.

સપનાનો અંત આવતાંજ આંખો ખુલી,
એજ રડતી આંખો...
મા તને નથી ભૂલી...


Rate this content
Log in