Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others Romance

ઝૂનૂન જીવવાનુ

ઝૂનૂન જીવવાનુ

1 min
506


રવિવાર જેવી મનોરંજક મોજ રોજ હોવી જોઈએ

અને એ પણ સસ્મિત બોજ વગર રોજ હોવી જોઈએ


રઝળપાટ હોય કે સ્થિતિ સ્થિરતાની આપણી ભીતર

ખુદની ખોજની ચળવળ ભીતર રોજ હોવી જોઈએ


એક અંતર યુદ્ધ મારું જ મારી સાથે શું કામ રોજ રોજ ?

તેથી જ સુવિચારોની એક ભીતર ફોજ હોવી જોઈએ


અહીં કોને ખબર છે સ્વર્ગ કે નર્કની મૃત્યુ પશ્ચાત

જમીન ઉપર જ જન્નત જેવી મોજ રોજ હોવી જોઈએ


કોઈની એક જ ફૂંકથી રેલાઈ જાઉં સૂર બની સર્વત્ર

પણ પહેલા વ્હાલથી વિંધાવાની તૈયારી રોજ હોવી જોઈએ


પછી એ ઉઠાવે મુજને એક વાંસળીની જેમ હળવેથી

વિરહમાં ઝૂરતી રાધા જીવતી ભીતર રોજ હોવી જોઈએ


પલ પલ"પરમ"ની પ્રાપ્તિ અને આ જુનુંન જીવવાનું

એક અનોખા"પાગલ"પન જેવી દશા દરરોજ હોવી જોઈએ


Rate this content
Log in