Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Romance

3  

Mukesh Jogi

Romance

ચોતરફ આ સુગંધ વ્યાપી છે

ચોતરફ આ સુગંધ વ્યાપી છે

1 min
12.9K


ચોતરફ આ સુગંધ વ્યાપી છે,

જૂઈ માફક તને મેં સ્થાપી છે,


મારુ જોવું ને તારુ વળ ખાવું,

શી અદાથી તેં આગ ચાંપી છે,


શું થશે આગની અસર એને?

જીંદગી ભર મેં રાત તાપી છે,


ખીલશે આ વસંત તારામાં,

આજ મેં પાનખર ઉથાપી છે,


છું હજું આમતો હું ત્યાંનો ત્યાં,

ઉમ્મીદો એ ડગર આ કાપી છે,


સૂર્યનું અસ્તતા તરફ વધવું,

અવદશા શ્રેષ્ઠતાની ભાંપી છે,


વાત છાની પ્રણયની મેં "જોગી",

આ ગઝલમાં બેખૌફ છાપી છે.


Rate this content
Log in