દોહા
દોહા
પ્રિત નો રંગ લગાવી.
જોગણ બની ફરે,
જીંદગી કાના ને નામ કરી
મુખે રટે શ્યામ નું નામ,
રાધાના પ્યારા
જગના પાલનહાર,
પ્રેમનો રંગ અંગે ચોળી
તેના ભજનમાં છે પ્રિત,
જગ મીરાં ને જાણે શ્યામ દિવાની
આ છે જગની રીત,
ગળા પર તુલસીની માળા
હાથમાં વીણા,
તન મન ગિરધરને નામ
કાના મારા જગના પાલનહાર.