Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તારા વગરનું જીવન
તારા વગરનું જીવન
★★★★★

© Kaleem Momin

Inspirational

1 Minutes   6.9K    4


Content Ranking

એક રૂહ પર કટારી, તારા વગરનું જીવન,
ને મૌત પર સવારી, તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન પળ પળના દર્દ, જખ્મો,
પીડાઓ એકધારી, તારા વગરનું જીવન.

આ પ્રશ્ન તે પૂછ્યો છે, ઉત્તર તને હું આપું,
મૃત્યુની ઊંઘ સારી, તારા વગરનું જીવન.

કોઈ ધૂપ પણ ન થાએ, ના ફૂલ ફાતિયા હો,
ખુદ હુંજ કબ્ર મારી, તારા વગરનું જીવન.

પ્રત્યેક શબ્દમાં મેં લોહી જીગરનું રેડી,
લે આ ગઝલ પુકારી, "તારા વગરનું જીવન."

ઘરના આ બારણા પણ પળ પળ તને જ ઝંખે,
મૂકે છે પોક બારી, તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન નિષ્પ્રાણ, ઝેર જેવું,
શ્વાસો ઉપર હો આરી, તારા વગરનું જીવન.

આભાસ થાય છે કે કંઈ ખત્મ થઈ રહ્યું હો,
એક વાત જો મેં ધારી, "તારા વગરનું જીવન."

તારા વગરનું જીવન મીરાંની પ્યાસ માફક,
રાધાનો વિરહ જારી, તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન હાલત છે ઝૂલેખાની,
છે લાદવા બીમારી, તારા વગરનું જીવન.

લે મેં જવાબ આપ્યો,  સુંદર જવાબ આપ્યો,
તુજ લાગણીની વારી, "તારા વગરનું જીવન."

તારા વગરનું જીવન, એક લાશ, લાશ કેવી?
ખુદના ખભે છે ભારી, તારા વગરનું જીવન.

પોઢી જવાનું છે બસ તારી કબરની પાસે,
શું કરવાનું ગુજારી ? તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન હમદમ લખી દીધું મેં,
આંખોથી ખૂન સારી, તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન એક ગાઢ નિંદ્રા છે,
કંટકની છે પથારી, તારા વગરનું જીવન.

તારા વગરનું જીવન, હારીને શું કરે જો !
મૃત્યુને દે સોપારી, તારા વગરનું જીવન.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..