Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

3  

Jigisha Raj

Others

તારા ને મારા લોહીનો રંગ

તારા ને મારા લોહીનો રંગ

1 min
6.8K


શાણપણ સૂઝ્યું કે
ડહાપણની દાઢ ફૂટી?
સ્વપ્ન હતું કે હકીકત બની?
રોજરોજનો કચવાટ,
અંતરનાં ઉમળકાને
ભરપૂર ભાંડે અને પછી ?
રેલાય જાય ત્રીજું-ચોથું કે
પાંચમું
હઠ યુધ્દ્ધ..............
યોગીની સમાધિ અચળ
વૈરાગ્ય ગાય,
શ્મશાને છેવટે તો
જવાય જ છેક
અને પછી પગ પાછા
લથડીયા મારી
જીવને વલોપાત કરાવી
આક્રંદે
હૈયું મારું એક શ્વાસે સળગી ઊઠે,
હૈયા હોળીના રંગે રંગાય ને પછી ફરી પાછું
શીતયુધ્દ્ધ...
કારાગાર મળેલા જીવોનો...
વર્તાય અહી ભર ચોમાસે
સાવ સુક્કા ભઠ્ઠ
ઉનાળાની બપોરના
લૂની થપાટો જેવા
ઉંહકારા..........

છેક જ જઈ સાવ ખુલ્લા ગાલ પર
મારેલા બે ચાર તમાચાથી
આવેલી લાલી
અને આંખોમાં
ગુસ્સાની /દુઃખની /વિરહની
લાલી-
બેઉ લાલીનો રંગ જાણે કે એક જ છે...
જાણે તારા ને મારા લોહીનો રંગ...


Rate this content
Log in