Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Drama Classics

5.0  

Kinjal Pandya

Drama Classics

પૂરણમાસીની રાત..

પૂરણમાસીની રાત..

1 min
417


આજ પૂરણમાસી ની રાત ને

કાન યુદ્ધે ચઢ્યો,

વાંસળી ના બદલે પંચજન્ય હાથ માં ઝાલ્યો..


યમુના કિનારે રાસ રમવા ને બદલે

કુરુક્શેત્ર માં યુધ્ધ ખેલી રહ્યો,

આજ પૂરણમાસી ની રાત ને

કાન યુદ્ધે ચઢ્યો


રાધા સાથે પ્રિત ની રીત નિભાવવા ને બદલે

પાર્થ ને ગીતા સંભળાવી રહ્યો,

આજ પૂરણમાસી ની રાત ને,

કાન યુદ્ધે ચઢ્યો..


રાધા સાથે રાસ માં તાલ મિલાવવા ને બદલે,

કુરુક્શેત્ર માં તલવાર ની સરગમ છેડી રહ્યો,

આજ પૂરણમાસી ની રાત ને

કાન યુદ્ધે ચઢ્યો...


અનેક રૂપો ને ધારણ કરી

ગોપીઓ સાથે રાસ રમવા ને બદલે,

વિરાટ સ્વરૂપ ધારણ કરી રહ્યો,

આજ પૂરણમાસી ની રાત ને

કાન યુદ્ધે ચઢ્યો..


મને થયું લાવ મારો કાનો યુદ્ધ માં

કેવી મોરલી વગાડે એ સાભળી આવું,

ત્યાં તો મોરલીધર ને બદલે ચક્રધારી મળ્યો,

આજ પૂરણમાસી ની રાત ને

કાન યુદ્ધે ચઢ્યો...


Rate this content
Log in

Similar gujarati poem from Drama