Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmendra Solanki

Others

3.2  

Dharmendra Solanki

Others

બને છે...

બને છે...

1 min
6.8K

કંઈ છુટતું નથી તોયે સંત બને છે,
માણસ કઈ રીતે અહીં મહાન બને છે?
 
ધીરે ધીરે વધતો ચંદ્ર જ આખરે,
ખીલેલો પૂર્ણિમાનો ચાંદ બને છે.
 
એટલે જ એ કહેવાતો હશે ઈશ્વર,
પૂર્ણ કરી એકાદ આશ એ ઈશ બને છે.
 
કેટલો પાડ્યો હશે પરસેવો એને,
ત્યારે તો જઈ એ શાહુકાર બને છે.
 
ઢગલા આંસુઓ ના સમાવ્યા હશે ખુદમાં,
તેથી જ દરિયો ખારો બને છે.
 
પાનખરમાં જ ખરે પર્ણ એવું નથી,
લીલું પર્ણ પણ ક્યારેક શિકાર બને છે.
 
જીવનમાં 'ધર્મ' કેવું કેવું બને છે.
માણસાઈ ભૂલે એ જ અહીં માણસ બને છે?

Rate this content
Log in

More gujarati poem from Dharmendra Solanki