Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ધ્યાન ધણી કેરું ધરવું
ધ્યાન ધણી કેરું ધરવું
★★★★★

© Meerabai Sant

Classics

1 Minutes   103    5


Content Ranking

ધ્યાન ધણી કેરું ધરવું,

બીજું મારે શું કરવું રે ?

શું કરવું રે સુંદરશ્યામ,

બીજાને મારે શું કરવું રે ?

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,

ધ્યાન ધણીતણું ધરીએ રે;

સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા,

તારા ભરુંસે અમે તરીએ રે... બીજુંO

સાધુજનને ભોજન જમાડીએ વા’લા,

જૂઠું વધે તે અમે જમીએ રે;

વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વા’લા,

રાસમંડળમાં તો અમે રમીએ રે... બીજુંO

હીર ને ચીર મને કામ ન આવે વા’લા,

ભગવાં પહેરીને અમે ભમીએ રે;

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

ચરણકમળ ચિત્ત ધરીએ રે... બીજુંO

સંસારસાગર ધણી મીરાંબાઈ old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..