Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Khakhar

Others

3  

Parul Khakhar

Others

અમે

અમે

1 min
14.4K


તાનમાં ને તાનમાં આવી અમે,
ક્યા શુકનમાં ભીંત ખખડાવી અમે.

વાત ચોરી ગઈ અમારી કિંમતી,
ભીંતની ફરિયાદ નોંધાવી અમે.

હોય ખીંટી તો કશું ટાંગી શકો,
એ વિચારી ભીંત ખોદાવી અમે.

પીપળા જાતે ઘણા ઊગી ગયા,
રાતરાણી ભીંતમાં વાવી અમે.

એ તરફની ખાઈ ઊંડી થઈ જરા,
આ તરફથી ભીંત લંબાવી અમે.

શું કરું બન્ને જણી મોહી પડી,
ભીંત સાથે ફર્શ પરણાવી અમે.

એમણે માંગી અમારી જીવની,
હાથ ઝાલી ભીંત વંચાવી અમે.


Rate this content
Log in