Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Others

3.8  

Chetan Gondalia

Others

સાંભળો !

સાંભળો !

1 min
179


સાંભળો...!

આખર જો તારલાં ટમટમતાં હોય;

કે પછી; બળતાં હોય પતંગાઓની જેમ,


કે સૂર્યની જેમ,

કોઈકને તો હોતી હશે એની જરૂર ?

કોઈક તો ઇચ્છતું હશે એમનું હોવું ?

કોઈક તો ઓળખતું હશે એ -

મોં પર પાછા ઉડતાં

થૂંકના છાંટાઓને હિરલાઓ સમ !


અને બપોરની ધૂળની ડમરીઓમાં,

જોર લગાવી પહોંચી,

છેવટે જતું હશે પ્રભુ પાસે,

કદાચ એને પહોંચવામાં,

મોડું તો નહીં થયું હોયને ?


રોઈ-કકળી, એનો મજબૂત હાથ ચૂમી,

પ્રાર્થનાઓ કરતુ હશે,

કે : એની ઉપર કોઈ-ને-કોઈ તારો તો અવશ્ય રહે જ !

સોગન ખાતું હશે કે : તારલાં વિનાના

એના દુ:ખ સહેવાશે જ નહીં !


ત્યાર પછી ચાલી નીકળતું હશે;

ચિંતિત પણ, બહારથી શાંત !

કહેતું હશે એ કોઈકને - હવે બધું બરાબર ?

ભય તો નથી લાગતો ને !

 

સાંભળો !

તારલાંઓના ટમટમવાનો,

કૈંક તો હોતો હશે અર્થ ?

કોઈકને તો હોતી હશે એની જરૂર !

 

કાંતો પછી બસ જરૂરી હોતું હશે

રોજ સાંજે છત ઉપર એક તારકનું

ચમકવું !


(રશિયન કવિ વ્લાદિમીર માયકોવસ્કીની કવિતાનાં અંગ્રેજી ભાષાંતરનું સરળ ગુજરાતી ભાષાંતર)


Rate this content
Log in