Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Inspirational Thriller

3  

Mukesh Jogi

Inspirational Thriller

એકધારૂ બોલવું સારૂ નથી

એકધારૂ બોલવું સારૂ નથી

1 min
13.8K


એકધારૂ બોલવું સારૂ નથી,

સાવ રહેવું મૌન પણ સારૂ નથી,


સાથ તારી ઝૂલવું એ ખ્વાબ માં,

સ્વપ્ન બીજું કોઈ પણ પ્યારૂ નથી,


ખ્વાબ થી છે ઊંચી સૌ ઈમારતો,

એ નગરમાં એક ઘર મારૂ નથી,


પ્રેમ માણો પ્રેમીઓ સો પ્રેમથી,

પ્રેમથી બીજું કશું ન્યારૂ નથી,


તારલાની જોડ બાંધી પાલવે,

રાહમાં બસ કયાંય અંધારૂ નથી,


લ્યો ઉમળકાને મળી છે ઠોકરો,

ભાગ્ય એ મારૂ છે જે તારૂ નથી,


મન બની 'પાગલ' ઉભું'તુ દ્વાર પર,

બાવરૂ છે પણ એ બીચારૂ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational