Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

એક સત્ય ઘટના..

એક સત્ય ઘટના..

2 mins
7.0K


એક ઘટના વાંચતા વાંચતા મારા જીવનમાં બનેલી એક
ઘટના નજર સામે આવી...
 
મારો વારસાગત વ્યવસાય હાર્ડવર્કનો, એને લઈ મને કમરમાં પેઇન રહે છે..
મારા એક પિતરાઈ ભાઈ ગાંધીનગરસીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે..
એ મને મળી કોઇ નિષ્ણાત પાસે મારી તપાસ કરાવા ગયો હતો..
અચાનક મારા એક સ્વજન કહી શકું એવા એક મિત્ર મને મળ્યાં ને ભેટી પડ્યા..
 
ઔપચારીક વાતો કર્યા પછી મને જાણ થઈ એમના પત્નીની અધુરા માસે સુવાવડ થઈ હતી. તેઓ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવાવડ માટે લઈ ગયા હતાં. જાણવા મળ્યું કે જોડીયા બાળકો છે અને એક બાળક મૃત્યુ પામ્યું છે માતાના ઉદરમાં જ.
 
ડૉક્ટરે પ્રયત્ન કર્યા પછી હાથ ઉંચા કરી લીધા. કાંતો બાળક બચશે કાંતો માતા એમ કહી.
 
ત્યાંથી એમને રજા આપી દીધી હતી. બસ આટલું કહેતાં કહેતાં એમની
આંખો ભરાઈ આવી. હું પરિસ્થિતિને પામી ગયો તરત મારા પિતરાઈને મળી ઝડપથી આગળની સારવાર ચાલુ કરાવી દીધી. એમને તાત્કાલિક વિભાગમાં યોગ્ય સારવાર ચાલુ કરાવી દીધી.ડોક્ટરોએ પોતાની કુશળતા વાપરીને માતા અને બાળક બંનેને હેમખેમ ઉગારી લીધા..
 
આ દરમિયાન મારે ફોન પર મારા મિત્ર સાથે વાતચીતનો દોર ચાલુ રહ્યો ને એમનું મન પણ ધીરે ધીરે હળવું થઇ ગયું.બે દિવસ પછી હું જ્યારે ફરી હોસ્પિટલ
ગયો ને એમને મળ્યો, ફરી એકવાર એ મને બાજી પડ્યો. આ વખતે પણ એની આંખમાં આંસુ હતાજ પણ આ વખતના આં સુઓમાં ફરક હતો. મેં મારા આલીંગન માંથી છૂટોપાડીને એની સામે જોયું. આજેય એ શબ્દો મારા કાનમાં ગુંજે છે, એને મને બસ એટલુંજ કહ્યુ ભગવાન કયા સમયે કયા સ્વરૂપમાં
મળી જાય છે એ આજ મને સમજાઇ ગયું.
 
હું અવાક બની બસ જોઈ રહ્યો એને અનેએના ચહેરા પર મારા માટેના અનન્ય ભાવને. આજેતો હવે એ બાળક મોટું થઈ ભણવા પણ જતું થઈ ગયું.
આ ઘટના પરથી એક વાત જરૂર કહીશ સાચેજ દરેક મનુષ્યમાં ભગવાનનું
સ્વરૂપ હોય છે ક્યારે અને ક્યાં આપણને એ અનુભૂતિ મળી જાય!
 
 


Rate this content
Log in