Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

તું આવે ને ફાગણ આવે.

તું આવે ને ફાગણ આવે.

1 min
498


તું આવે ને ફાગણ આવે.

મ્હોરીને આ આંગણ આવે.


ઊડયા છે જળ પલળી જાશું,

વરસી હૈયે બચપણ આવે.


મારાથી બચવા વાનાં છે,

ધીમા એના પગરણ આવે.


તારા મારા મધ્યે એવું,

સંબંધોમાં ગળપણ આવે.


કોરા રંગે ભીના ભીના,

એ નીતરતાં સગપણ આવે.


ખોવાઈ રંગતમાં તારી,

જો આદતમાં વળગણ આવે.


ચોરી લીધું દિલને મારા,

હળવેથી એ તારણ આવે.


આપ્યો તેં જન્મારો આખો,

ઘરથી તારા થાપણ આવે.


તારી સાથે રહેશે રંગો,

સપને મારા ઘડપણ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance