શાંતિ પૂર્વક
શાંતિ પૂર્વક
1 min
6.4K
રોજ આવીને મળો પણ શાંતિ પૂર્વક,
વાત મારી સાંભળો પણ શાંતિ પૂર્વક.
તારું દિલ મેં ચોરી લીધું, માની લીધું,
કાન મારો આમળો પણ શાંતિ પૂર્વક.
જાત બાળીને ભલેને રોશની દો...
મીણ માફક પીગળો પણ શાંતિ પૂર્વક.
સાત ભવનો સાથે નિભાવી ન શકતા,
અર્ધ રસ્તેથી વળો પણ શાંતિ પૂર્વક.
પ્રેમની ચર્ચા કરો ચોરે ને ચૌટે...
કોઈ ઘટના સાંકળો પણ શાંતિ પૂર્વક.
ભરબપોરે કેશને ખુલ્લા ન રાખો...
કેશથી સંધ્યા ઢાળો પણ શાંતિ પૂર્વક !