Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Maniar

Others

3  

Mukesh Maniar

Others

માણસ ત્રાહિમામ્

માણસ ત્રાહિમામ્

1 min
7.1K


ઉપર આભમાંથી અગન વરસે,
...માણસ ત્રાહિમામ્.
નીચે ડામરની સડકો સળગે,
...માણસ ત્રહિમામ્.
કેમે કરી ભેગાં ના થાય બે છેડાં જિંદગીનાં,
...માણસ ત્રાહિમામ્.
રોજ સપના જૂએ,
રોજ સપનાં ચકનાચૂર થાય,
...માણસ ત્રાહિમામ્.

લાગણીઓનાં સરવાળા કરનારની જ,
લાગણીઓનાં ઉડાડે છેદ લોકો,
...માણસ ત્રાહિમામ્.

માંડ આજને પૂરી કરી,
કાલ પર મીટ માંડતો,
...માણસ ત્રાહિમામ્.

છે ખબર મૃગજળ જ છે,
છતાં પાછળ દોડતો,
...માણસ ત્રાહિમામ્.

મેઘધનુષ્ય પાસે રંગ ઊછીનાં લઈ,
બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર દોરતો,
...મણસ ત્રાહિમામ્.

ઉધાર મળેલું આયખું,
ઉધારમાં જ વેડફતો,
...માણસ ત્રાહિમામ્.

મંદિરોમાં ગેરહાજર ભગવાનને
ધંટનાદ કરી પોકારતો,
...માણસ ત્રાહિમામ્.

ને હતો પોતાની અંદર જ 
ભગવાન 'મુકેશ',
તેમ છતાં જીવનભર દર-બદર ભટકતો,
...માણસ ત્રાહિમામ્.


Rate this content
Log in