Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Others

5.0  

Arjun Gadhiya

Others

વાંસળી વાગે

વાંસળી વાગે

1 min
6.9K


વનરાવનમાં આજે વાંસળી વાગે,

વાંસળી વાગેને મારો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વગાડતો ગાયો ચારે,

ગાયો ચરાવતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વગાડતો રાસે રમે,

રાસે રમતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વગાડતો ઝૂલે ઝૂલે,

ઝૂલે ઝૂલતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વગાડતો માખણ ચોરે,

માખણ ચોરતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વગાડતો મટકી ફોડે,

મટકી ફોડતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વાગે ને ગોપીઓ જાગે,

ગોપીને જગાડતો વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


વાંસળી વાગે ને "અર્જુન" ગાવે,

કે રાધાને આજે વ્હાલો સાંભરે

વનરા વનમાં૦...


Rate this content
Log in