Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Jadav

Romance Classics

3  

Vijay Jadav

Romance Classics

કૈંક નક્કી નવી વાત છે

કૈંક નક્કી નવી વાત છે

1 min
13.7K


હોઠ આ આટલા લાલ છે;

કૈંક નક્કી નવી વાત છે.

તનબદનને સજાવી લે તું;

આજ વરસાદની રાત છે.

ઑહ! સાચે, મજા આવી ગઈ;

મખમલી તારા શું ગાલ છે !

તારી બાહોમાં જન્નત મળ્યું;

એ પછી જિંદગી ન્યાલ છે.

તું શું જાણે આ દિલની દશા !

તુજ વિના દિલના શા હાલ છે !

એક નજર ફક્ત કરતાં જજો;

માનશું આપનો વ્હાલ છે.

સત્યના માર્ગે તું ચાલજે;

ઈશ બનીને ઊભો ઢાલ છે.

લાગે છે અહીંથી ગુજરી છે તું;

સ્પષ્ટ પગલાંની અહીં ભાત છે.

'આઈ લવ યુ' કહીં નાખ્યું મે;

બોલ અબ તારો શું ખ્યાલ છે ?

એકલી છે ઊભી એ 'વિજય';

નાખ બોલી ખરો તાલ છે.


Rate this content
Log in