Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

2  

Purnima Bhatt

Others

એ પ્રેમ છે

એ પ્રેમ છે

1 min
7.2K


પુષ્પ, સ્પર્શે રક્તવર્ણુ થાય તો એ પ્રેમ છે
ઝાકળે કોમળ કળી ભીંજાય તો એ પ્રેમ છે
 
ટેરવે જો સળવળે શબ્દો અચાનક એમનાં,
ને ગઝલ આખી અહી સર્જાય તો એ પ્રેમ છે 
 
ચિત્રમાં એણે પતંગિયુ ચિતર્યું રંગીન તો,
ગાલ મારાં રંગથી છલકાય તો એ પ્રેમ છે
 
ફેરવું હું આંગળી ઠંડી હવામાં ભુલથી,
ત્યાં ગગનમાં નામ એ ચિતરાય તો એ પ્રેમ છે
 
કેસુડો ખીલે વસંતે કેસરી રંગો સજી
પાનખરમાં હુંફ એ વર્તાય તો એ પ્રેમ છે 
 
સ્પર્શના ટહુકા હથેળીમાં થતાં જો ફાગણી
આમ્રકુંજે મંજરી મ્હોરાય તો એ પ્રેમ છે
 
એક પડઘો થાય, ખાલીપો સુનો રણકાય ત્યાં,
ડાળ લીલી કુંજ થઇ લ્હેરાય તો એ પ્રેમ છે


Rate this content
Log in