Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Romance Inspirational

3  

Margi Patel

Romance Inspirational

રમાઈ ગઈ એક રમત

રમાઈ ગઈ એક રમત

1 min
514


જિંદગીના પ્રેમને પ્રણય સુધીનો પેંત આપી ગઈ, 

શીખવી દે છે પ્રિયતમ વગર રહેવાનું આ જિંદગી, 

રમત રમતમાં રમાઈ ગઈ એક પ્રેમની રમત.


બની દર્શક દેખાતી રહી હું તારા પ્રેમની પારદર્શિતા, 

વિખરેલા સ્વપ્ન આંખમાં લઇ માંગી દુઆ તારા માટે, 

રમત રમતમાં રમાઈ ગઈ એક લાગણીની રમત. 


આશાના પંખ લગાવી અડવું હતું સાથે આભને, 

સાથ આપવાના બદલે એકલો ચાલ્યો નીકળો સફરમાં, 

રમત રમતમાં રમાઈ ગઈ એક અનુભવની રમત.


કર્યાં ઘણા પ્રયત્ન છતાં ના ચાલી કોઈ પણ રણનીતિ પ્રેમમાં, 

સાથ આપતી આંખોથી વિના વરસાદે વરસ્યા અશ્રુ ધાર પ્રેમમાં, 

રમત રમતમાં રમાઈ ગઈ એક સબંધોની રમત.


નથી માંગ્યો કોઈ પણ અધિકાર આજ સુધી મેં, 

બે મીઠા શબ્દો બોલવામાં પણ થઇ નજર નીચી તારી, 

રમત રમતમાં રમાઈ ગઈ એક ભાવની રમત.


જીવીશ હું આ જીવન તારા જ નામે કરીને માની બેઠી હું, 

આપ્યો તે માનવતાને પણ દગો ને ચાલ્યો નવી મંજિલે, 

રમત રમતમાં રમાઈ ગઈ એક વિશ્વાસની રમત.


તારા મિલને શરમાતી, ગભરાતી ને દેખાતી સપના અનેરા હું, 

આખરે લાવતા પરસ્ત્રીને મારી સમક્ષ, ના આવી આંખમાં શરમ તને, 

રમત રમતમાં રમાઈ ગઈ એક સ્વાર્થની રમત.


સમય જોઈએ પાણીને પણ બદલતા બાષ્પમાં, 

ક્ષણભરમાં બદલાઈ ગયા તારા તેવર, 

રમત રમતમાં રમાઈ ગઈ એક પરિવર્તનની રમત.


આભને રાત સાથે મુલાકત થાય એ એની રીત છે, 

કપડાં સાથે જ તારો વ્યવહાર બદલાયો એ તારી રીત છે, 

રમત રમતમાં રમાઈ ગઈ એક બદલાવની રમત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance