Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

ભયાનક્તાની રાહ

ભયાનક્તાની રાહ

1 min
6.8K


આખી રાત બળેલા --
બાવળના એ ઠૂંઠાની કડવી શી ગંધ
સૂરજની રાહ જોતા
ડોકાઈ રહેલા સૂર્યમુખી ---
રાતરાણીની પાછલી મહેંક,.
 
આજે જાણે બધું
એકાકાર થઈને આમ
સાવ સૂની સડક -યાદોની-
પાર શ્રાવણી હેલીની જેમ
 
પાછલી બારીએથી-ભીતરથી
ત્સુનામીની પેઠે ઉછળી ઉછળી
તારાજી લાવી રહ્યું છે
 
અને
હું?
બસ બ્રહ્માના પડખું ફરવાની રાહ જોઈ
ચાતકની તરસથી
તારા આવવાની કે
પછી તારાના આવવાની
ભયાનકતાની રાહ જોઉં છું.


Rate this content
Log in