હૈયાની હાટડી
હૈયાની હાટડી
મૂઠી જેવા હૈયાની હાટડી,
માંડતી લાખેણા વેપાર,
ખીલે જો કળા સોળે સાહેબજી,
ઝીલીએ ઝાઝા જુહાર,
વાલીડા ભલે વર્ષો થોડું થોડું,
જાશું રે ભીંજાઈ રોમરોમ,
ધરા જેવાં જ હેતડાં ઉછાળી,
માણશું વરસાદની સોડમ,
આભે ભર્યાં રે મનડાં અમારાં,
ઝગમગતો રૂડો આ સંસાર,
નહીં રે જડે જોડ તારી માવલડી,
ખોળતો ખોળો રમવા દાતાર,
વીણા હરખની હૈયે રે મઢશું,
લાખેણું લાડલું અંતર,
સાગરસા દિલડાની વાતો ન્યારી,
નિતનિત વગાડતું જંતર.