હા, એક સ્ત્રી છે તું
હા, એક સ્ત્રી છે તું
અસ્તિત્વની દુનિયાનો એક સિતારો છે તું ,
દુનિયાનો બીજો ઉગતો સુરજ છે તું ,
દુનિયાની પહેલી સવાર છે તું ,
હા એક સ્ત્રી છે તું......
અંધકારમાં પ્રકાશની કિરણ છે તું ,
ઢળતી સંધ્યાની છેલ્લી આશા છે તું ,
ઉગતી સવારની પહેલી ધૂપ છે તું ,
હા એક સ્ત્રી છે તું......
કોઈકના પરિવારનું ફૂલ છે તું ,
કોઈક માટે પ્રેમનો દરિયો છે તું ,
કોઈક માટે દિલનો ધબકાર છે તું ,
હા એક સ્ત્રી છે તું......
કુદરતની શ્રેષ્ઠ રચના છે તું ,
પ્રેમનું વહેતુ ઝરણું છે તું ,
ના બુઝી શકે એવી અગ્નિ છે તું ,
હા એક સ્ત્રી છે તું ......
ધારે એ કરી શકે એવી છે તું ,
કોઈ પુરુષથી ઓછી નથી તું ,
એવું સાબિત કરવામાં પણ પાછળ નથી તું ,
હા એક સ્ત્રી છે તું .....
એટલે જ તું ના સમજી શકાય એવી છે.....
તું છે એટલે જ તો આ દુનિયા રંગીન છે .....
હા એક સ્ત્રી છે તું ,
હા એટલે જ તો અનમોલ છે તું .....