Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

આ કાળું પાટિયું ને ચોક

આ કાળું પાટિયું ને ચોક

1 min
443


આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો,

તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો.

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો,

તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો.

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો,

લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો.

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના,

તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? - લખો.

લખો, લખો કે છે, તમને તો ટેવ લખવાની,

બધા તમારા આપઘાતના હિસાબ લખો.

આ કાળા પાટિયાનો બીક કેમ રાખો છો ?

તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો.


Rate this content
Log in