Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayesh Thakkar

Others

3  

Jayesh Thakkar

Others

ગંગા –સાગર

ગંગા –સાગર

1 min
7.1K


અહીં ગંગા અહીં સાગર અહીં છે છલકતું અમૃત

અહીંના મૌનમાં સંગીતના આલાપ છે ઝંકૃત

 

કિનારો છે આ ધરતીનો કે સાગરનો કિનારો છે?

પડે આ પ્રશ્નનાં પડઘા ને ઉત્તર લાગતો દુષ્કૃત

 

અહીં ખોબો ભરો ગાગર ભરો કે આચમન લો, પણ

વિના અંધોળ જીવનમાં અધૂરાં છે બધા સુકૃત

 

અહીં લાલી છે સંધ્યાની, ઉષાના કેસરી અંગો,

અહીં છે સૂરધનુના રંગ ને આભા બધી સંસ્કૃત

 

પડી ભૂલો પરમ બેઠો હશે અહીંયા ચિતારો થઇ,

બનાવ્યા ચિત્ર મનભાવન, ભર્યા રંગો બધા પ્રાકૃત

 

કરીને સ્પર્શ ભીંજવતો મને છે કોણ આ મનમાં

કવન જેવું જીવન દઈને મને મનમાં કરે જાગૃત.

 

 

 


Rate this content
Log in