કરી લીધો
કરી લીધો
1 min
13K
અય દોસ્ત! તારો જરી દીદાર કરી લીધો,
એટલે દરિયો વિકટ અમે પાર કરી લીધો.
ધર્માસનેય બેસવાનો ફાયદો જુઓ જરા,
કેવો એમણે શ્રદ્ધાનો વેપાર કરી લીધો.
તાગ નથી નીકળી શક્યો આ જિંદગી કેરો,
બસ અમે થોડો આ એનો સાર કરી લીધો.
ના એકેયે જગા બાકી રહી ગઈ સુસજવામાં,
આંગેઅંગમાં જખ્મોનો શણગાર કરી લીધો.
કશું ના દઈ શક્યા'તા ને; કશું પામી શક્યા'તા ના,
બસ એટલો તો વસવસો પારાવાર કરી લીધો.