શીદને કહો?
શીદને કહો?
1 min
7.0K
છું પૂર્ણિમા હું,ચંદ્રમુખી શીદને કહો?
છું ગર્વિતા હું, ચંદ્રમુખી શીદને કહો?
લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હું, ચંદ્રમુખી શીદને કહો?
પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હું, ચંદ્રમુખી શીદને કહો?
ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હું, ચંદ્રમુખી શીદને કહો?
"તૃષા" નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હું, ચંદ્રમુખી શીદને કહો?