Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદી અરમાન..?
વરસાદી અરમાન..?
★★★★★

© Kiran shah

Others

1 Minutes   13.4K    8


Content Ranking

મેઘે છેડયો છે મલ્હાર
વર્ષા એ લીધું નવોઢાનું રૂપ..
શરમાતી સંકોચાતી ચાલી પિયુને દ્વાર..
સ્નેહ સરિતા હ્રદયે ભરી...
ઝરમર ઝરમર થી વરસી પડી અનરાધાર...
ધરતી, આકાશ, પ્રકૃતિ બન્યા તેના સાક્ષી..
વનરાજી એ ચાદર બીછાવી લીલુડી આજ..
પશું પંખી ગાઈ રહ્યા ગાન મધૂરા આજ.
સ્નેહ વરસાવતી ભીની ભીની આ સવાર..
થોડી રૂમાની .. થોડી વિષાદી ...
યાદો મનમાં મેધની સાથે મચાવે તોફાન.?
તો પણ ક્યાં કઈ વ્યક્ત કરી શકાય?
સાંભળનારના મનમાં પણ યાદ હવે મચાવશે તોફાન...?
ભીની આ સવાર ભીના સ્પંદનોને..,
કોરા હ્રદયને  સ્નેહ અનરાધાર ઝંખતા ભીના  ભીના વરસાદી અરમાન..
નવોઢાના અંતરની ચાહ જેવા આ વર્ષા સંગ કાજલના અરમાન..
તારા હાથમાં મારો હાથ..
ખૂલ્લા ગગને વર્ષાને વધાવીએ...
મનમૂકી આજ વરસાદી વાંછટે રંગાઈ..
દિલમાં મેઘધનુષ ફેલાવ્યે.
નૈનોની ભાષાને હોઠોનું કંપન...
આલીંગન એ અહસાસોનું ..
બસ,
બે ચાર પળ કયારેક એકમેકની લાગણીની છાયા માં... વીતાવીએ...
તૃપ્તિનો અહસાસ માણી..
બસ ..મૌનસાગરમાં વિલિન થઈ જઈએ.

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..