Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kinjal Pandya

Romance

2  

Kinjal Pandya

Romance

વચન.. ઓન પ્રોમિસ ડે

વચન.. ઓન પ્રોમિસ ડે

1 min
252


આપું તને વચન આજે

છોડું ન સાથ કોઈ કાજે..

સૂરજની કિરણો ન છોડે સાથ એનો,

ન છોડે સાથ ચાંદ ચાંદનીનો!!


હું આપું વચન ન છોડું તારો સાથ કોઈ કાજે..

હું આપું વચન તને,

ચાલશે શ્વાસ જયાં સુધી

છોડીશ ન તારો સાથ કોઈ કાજે..

મારા છેલ્લા શ્વાસે રટણ કરીશ તારું,

પલક ન મારીશ ત્યારે..


જોવાનું ચૂકવે તું આ નજારો

ફરી ન આવશે કોઈ કાજે..

લગ્નની ચોરી એ જે લીધા મેં સાત વચન,

મરણોત્તર નીભાવીશ એને

હું આપું વચન તને, એક ન ભૂલું કોઈ કાજે..


હું આપું તને સર્વસ્વ આજે,

તું શું લખી ન આપે આ ભવ મારે કાજે!??

ચાલ આપીએ વચન એકબીજાને,

વસંત ફાલશે જન્મો જન્મ સુધી..

સાત જનમ તો હમણાં પતી જશે,

લખ ચોર્યાસી ફરીયા કરીએ.


રહેશું સાથ સદા, છોડશું ન સાથ કોઈ કાજે..

આપે વચન કુંજદીપ ને આજે

સાથ ન છોડે કોઈ કાજે..


Rate this content
Log in