Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કહો તો

કહો તો

1 min
1.3K


કહો તો આખું આભલુંય અપાવી દઉં 
તેમાં રંગબેરંગી તારલાય જડાવી દઉં 

તમે કહો તો નવું લહેરિયું મંગાવી દઉં 
હોય જો શોખ ટહુકવાનો તમને 
તેમાં બે -ચાર મોરલાય ચિતરાવી દઉં 
કહો તો આખું આભલુંય અપાવી દઉં 
તેમાં રંગબેરંગી તારલાય જડાવી દઉ 

ઠૂમકે જો ચાલો તમે મુજ આંગણે 
તો ચટાકેદાર મોજડી જડાવી દઉં 
તમારે પગલે પગલે મોતી વેરાવી દઉં 
કહો તો આખું આભલુંય અપાવી દઉં 
તેમાં રંગબેરંગી તારલાય જડાવી દઉં 

ખોલો તમ અંતરના દ્વારને જો પૂરા 
તો તમને પ્રેમનાં ગીતડાં સંભળાવી દઉં 
તેમાં શહનાઈનાં સૂરોય રેલાવી દઉં 
કહો તો આખું આભલુંય અપાવી દઉં 
તેમાં રંગબેરંગી તારલાય જડાવી દઉં 

વસો જો એકવાર નાનકડા આ રુદિયામાં 
એક સ્વપ્ન નગરીની સેર કરાવી દઉં 
'જશ' તમને આખી દુનિયા ભૂલાવી દઉં 
કહો તો આખું આભલુંય અપાવી દઉં 
તેમાં રંગબેરંગી તારલાય જડાવી દઉં 


Rate this content
Log in