Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

હેત

હેત

1 min
6.6K


શબ્દો ભરીને હેતના મીઠી નજર કરે,
મનનાં હઠીલા કાયમી જોરો જબર કરે.
 
ચાહી તલબની માંગણી કરતાં રહી સદા,
ભીતર જગેલી ભાવના ભારી અસર કરે.
 
રુડા પ્રસંગો સાથના ટાળે ખુશી તણા.
છેટા રહીને મનતણી સંગત મગર કરે.
 
જોતા થયેલા સાથના સપના મિલન તણા,
તનહા વિરહની જાગતી રાતો બસર કરે.
 
સીને ભરેલા હેતના ભાવો ધરાવતાં,
નીલા નયનના કામણો ઓછા નજર કરે.
 
ઘટતા પ્રભાવો હેતના સીધા નજર પડે,
મુલ્યો સમયના આંકતા ઓછી કદર કરે.
 
આશા ભરેલી લાગણી રાખી ઉમળકે પણ,
માસૂમ સનમના માનની ખાતર સબર કરે


Rate this content
Log in