Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Others

4  

Arjun Gadhiya

Others

ખ્યાતિ ખરાનેય કોણ આપશે...?

ખ્યાતિ ખરાનેય કોણ આપશે...?

1 min
426


આજ રે પુછે આ કલમ 'કવિરાજ'ને,

ખ્યાતિ ખરાનેય કોણ આપશે ?

આજ રે પુછે૦…


વખાણ થયા બહું ઉંચી ઈમારતનાં,

પાયાને ભાવ કોણ આપશે ?

આજ રે પુછે૦…


ભાર ઉંચક્યા જેણે ભીંતચિત્રનાં,

ખીલીનાં ખ્યાલ કોણ રાખશે ?

આજ રે પુછે૦…


જકડી બેઠાં જે ભૂમિ પર છાંયડા,

મૂળનેય માન કોણ આપશે ?

આજ રે પુછે૦…


જીતે જયકાર થયાં બસ રાજાનાં,

સૈનાનું શૌર્ય કોણ વખાણે ?

આજ રે પુછે૦…


વખાણ કરશે સૌ 'અર્જુન' કવિતાનાં

કામ કલમનાં કોણ વખાણશે ?

આજ રે પુછે૦…


Rate this content
Log in