Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મિલન...
મિલન...
★★★★★

© Priti Bhatt

Romance

1 Minutes   7.0K    3


Content Ranking

વસંતી આજ વાયે વાયરો કોનો ઇશારો છે;

નથી પ્રિતમ છતાં મૃગજળ સમા એના વિચારો છે.

 

કથામાં શું મજાનું છે જો એ પૂછે તો હું કહું છું;

"મિલન એ પણ તમારૂં છે વિરહ એ પણ તમારો છે."

 

ન કર કલરવ મનન કાજે દિલે કેવી તૃષા જાગી

સકળ ઘટના વસી હૈયે વ્યથાના આ પ્રહારો છે.

 

ચમનમાં ના રહી ફોરમ છતાં ગુલઝાર લાગે છે;

છે કરમાયા ફૂલો તો પણ બધે શાની બહારો છે!

 

પ્રણયના રંગ કાજે આમ દિલ લાચાર લાગે છે;

મનોમન આમ કેવો 'પ્રીત'નો જો ને સહારો છે.

 

છંદોકત્ રચના

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..