Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

મને પરવડે નહીં

મને પરવડે નહીં

1 min
13.3K


મારું ન હો સુકાન મને પરવડે નહીં,
ને ના રહું સભાન મને પરવડે નહીં.
 
જાણીને જીદ નહિ કરી રહેવા મેં કાયમી,
ભાડાનું હો મકાન મને પરવડે નહીં.
 
જો તારી કોઈ વાતમાં સચ્ચાઈ લાગશે,
ત્યાં ફેરવું જબાન, મને પરવડે નહીં.
 
આ ‘હું’પણાની ભીંતને મેં ખુદ રચી છે ત્યાં,
તોડું નહીં કમાન, મને પરવડે નહીં.
 
‘પ્રજ્ઞા’ ઘમંડ આવે ત્યાં પાછાં પડે બધાં,
લોકો કહે મહાન, મને પરવડે નહીં.


Rate this content
Log in