Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankur Banker

Romance

2  

Ankur Banker

Romance

ફૂલહાર થઈ ગયાં

ફૂલહાર થઈ ગયાં

1 min
6.7K

એ રીતે અમારા ફૂલહાર થઈ ગયાં,

થોડુંક હું ઝૂક્યો, થોડું એ ઝૂકી ગયાં.

બારી બારણા અને દિવાલ ઘર થયાં,

કોરા તળ પર એના કંકુ પગ થયાં.

પ્રેમ તાપણાની હૂંફ લેતાં અમે રહ્યાં,

થોડુંક હું ફૂંક્યો, થોડુંક એ ફૂંકી ગયાં.

શબ્દો ટોળે વળી ગઝલ બની ગયાં,

રદીફ હું થયો એ કાફિયા થઈ ગયાં. 

કિનારે ક્યાં પહોંચવું? સફર છે આદરી,

હલેસાં હું થયો એ નૌકા થઈ ગયાં.

Rate this content
Log in

Similar gujarati poem from Romance